ધોરણ 10 પરિણામ 2022 જાહેર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા તારીખ 6 જુનના રોજ સવારે 8 કલાકે ધોરણ 10 પરિણામ 2022 gseb.org પર જાહેર કરવામાં આવ્યુ હતું. GSEB દ્વારા 28 માર્ચ થી 9 એપ્રિલ સુધી ધોરણ 10 પરીક્ષા 2022નું આયોજન કરવામાં આવ્યું હતું.
ધોરણ 10 પરિણામ 2022
Table of Contents
GSEB SSC Result 2022 : ધોરણ 10ની પરીક્ષા આપેલ તમામ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. GSEB બોર્ડ દ્વારા ધોરણ 10 રિજલ્ટ 2022ની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. 6 જુનના રોજ વહેલી સવારે GSEB ની ઓફીશીયલ વેબ સાઈટમાં જોઈ શકાશે.
ધોરણ 10 રિઝલ્ટ 2022
GSEB બોર્ડ દ્વારા ધોરણ 10 result ની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. સૌ પ્રથમ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા Twitter મારફતે તારીખો જાહેર કરી હતી ત્યાર બાગ બોર્ડની ઓફીશીયલ સાઈટ દ્વારા પરિણામને લાગતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.
ધોરણ 10 પરિણામ તારીખ 2022
ધોરણ 10નું રીઝલ્ટ 6 જુનના રોજ જાહેર કરવામાં આવશે એ બાબતનો પરિપત્ર GSEB બોર્ડ દ્વારા તારીખ 4 જુનણા રોજ તેમની ઓફીશીયલ વેબ સાઈટ મારફતે જાહેર કરવામાં આવ્યો હતો.
GSEB ધોરણ 10 રીઝલ્ટ 2022
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કોરોના મહામારીના છેલ્લા બે વર્ષ બાદ માર્ચ 2022માં ધોરણ 10ની ઓફલાઈન બોર્ડ પરીક્ષા લેવામાં આવી હતી. કોરોનાના લીધે વર્ષ દરમિયાન સ્કૂલોમાં પણ ઓનલાઈન અને ઓફલાઈન એમ બે પ્રકારે શૈક્ષણીક કાર્ય કરાયું હતું. જો કે બોર્ડ દ્વારા લેવાયેલી બોર્ડની ઓફલાઈન પરીક્ષામાં પરિક્ષાર્થીઓએ ઉત્સાહ દેખાડ્યો હતો. હાલ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષાની ઉત્તરવહી ચકાસવાની કામગીરી પૂર્ણ થયેલ છે.
ધોરણ 10નું પરિણામ કઈ રીતે ચેક કરવું?
- સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ gseb.org ખોલો.
- GSEB 10th Result 2022 પર ક્લિક કરો.
- 6 આંકડાનો સીટ નંબર નાખો.
- સબમિટ બટન પર ક્લિક કરો.
- ધોરણ 10 પરિણામ તમારા સ્ક્રીન પર દેખાશે.